
સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે કઠોર ગામના તાળી વાળ વિસ્તારમાં રેડ પાડી હતી, જ્યાં ગૌવંશના કટીંની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાસ કટીંગ કરવામાં આવી રહી હતી. રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને પોલીસ દ્વારા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
બાતમીથી શરૂ થયેલી કાર્યવાહી
પોલીસને મળેલી પક્ત બાતમી મુજબ કઠોર ગામના તાળી વાળ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ગૌમાસ કટીંગની પ્રવૃતિ ચાલતી હતી. બાતમીના આધારે ઉત્તરાણ પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર રેડ કરી હતી. પોલીસના રેડ દરમ્યાન કુલ ૧૯૭ કિલોગ્રામ ગૌમાસ સ્થળ પરથી ઝડપવામાં આવ્યું હતું. સાથે સાથે ગૌવંશના કટીંગ માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૮૬,૨૨૦ થાય છે.
પકડાયેલા આરોપીઓ
પોલીસે સ્થળ પરથી ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય આરોપી અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ છે, જે પોતાની દુકાનમાં અન્ય ઈસમોને ગૌમાસ કટીંગ માટે કાર્ય પર રાખતો હતો. અન્ય આરોપીઓની ઓળખ નીચે મુજબ છે:
1. અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ
2. રહીશ શેખ
3. સાહિલ પઠાણ
4. રસીદ શેખ
5. મયુદ્દીન મફાતી
આરોપીઓની પૂછપરછ શરૂ
પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે મૂસલમાની ગૌવંશ કટિંગ અટકાવતો કાયદો (Gujarat Animal Preservation Act) તેમજ ભારતીય દંડ સંહિતા (IPC) મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછની કાર્યવાહી પણ શરૂ કરી છે. પોલીસ અધિકારી ડી. એસ. પટેલ (ACP) દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “અમે ગુપ્ત બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અમારા વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે.”