
Vadodara News: વડોદરા નજીક દશરથ ગામે રહેતા ભાજપના કાર્યકર્તાએ પોતે પરણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં તેની ઓળખ છુપાવી સગીરા 15 વર્ષની હતી ત્યારે તું મને બહુ જ ગમે છે મારી સાથે લગ્ન કરીશ તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલમાં યુવતી 25 વર્ષની હોય તેમ છતાં લગ્ન કરવાનો ખોટો વાયદો આપીને અન્ય યુવતી સાથે લગ્ન કરનાર આરોપી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં રહેતો વિલ્સન સોલંકી દ્વારા નવેમ્બર- 2016થી યુવતી 15 વર્ષની હતી ત્યારથી આજદિન સુધી તુ મને બહુ ગમે છે હુ તારી સાથે લગ્ન કરીશ, તેવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધ્યા હતા. આરોપીના અગાઉ લગ્ન થયેલ અને તેનાથી એક બાળક હોવા છતાં તેની વિગતો છુપાવી હતી.
લગ્ન માટે યુવતીની સગાઈ તોડાવી અને અન્ય સાથે લગ્ન કરી લીધા
દરમિયાન યુવતી પુખ્ત વયની થઈ જતા તેની સગાઈ અન્ય જગ્યા પર થઈ હતી તેમ છતાં આ વિલ્સન સોલંકી તેની સગાઈ તોડાવી તેમજ ફરીથી ભોગ બનનાર પીડિતાને વિશ્વાસમાં લઈ 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન નક્કી કરી પીડિત સાથે વિશ્વાસઘાત કરી અન્ય યુવતી સાથે સાથે લગ્ન કરી લીધા હતા. પીડિતા 15 વર્ષની હતી ત્યારથી વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેથી પીડિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ભાજપ કાર્યકર્તા વિલ્સન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને મેડિકલ કરાવવાની તજવીજ શરૂ કરી હતી. ભાજપના કાર્યકર્તા વિલસન સોલંકી અગાઉ અવારનવાર વિવાદમાં આવ્યા છે એટલું જ નહીં તેના કેટલાક પ્રેમાલાપ કરતા વીડિયો પણ વાયરલ થયા છે. કેટલાકને ઇઝરાયેલ મોકલવાના બહાને પણ ઠગાઈ કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.
વિલ્સને પાટીલની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો હતો
ગત વર્ષે જ બળાત્કારી એવા વિલસન સોલંકી સી આર પાટીલની હાજરીમાં કેશરીયો ખેસ ધારણ કર્યો હતો. વિલસને ગત વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર-1માંથી આરએસપી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેને હાર મળી હતી. જે બાદ વિલસન જોડાયો હતો આપમાં જોડાયો અને તેમાંથી પણ નકળી ફરી ભાજપામાં જોડાયો હતો. સી આર પાટીલ સહીત અનેક રાજકીય અગ્રણીઓ સાથેના વિલસન ફોટા સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. ભાજપાના કરોડપતિ કાર્યકરનું કારસ્તાન બહાર આવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. વિલસન વિઝા કાન્સલ્ટન્સીનું કામ કરે છે અને આગાઉ કબૂતરબાજીમાં પણ સપડાયેલો છે.