IPL-2025માં ચેન્નાઈ સુપર કિંગ્સને ઘરઆંગણે વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે ચેપોક ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પાંચ વિકેટે તેમનો પરાજય થયો હતો. આ હાર બાદ ચેન્નાઈની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઘણી મુશ્કેલ બની ગઈ છે. હવે તેના માટે દરેક મેચ જીતવી જરૂરી બની ગઈ છે. ચેન્નાઈની ટીમ 19.5 ઓવરમાં 154 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હૈદરાબાદે 18.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો.

