
જૂનાગઢમાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાની આગેવાની હેઠળની ગેંગ સામે ગુજરાત રાજ્યમાં ગંભીર ગુનાઓ આચરનાર આઠ આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ગુનાઓ આચરીને મોટો આર્થિક નફો મેળવ્યો
આ ગેંગે જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને ગાંધીનગરમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, હથિયાર ધારા અને વિદેશી દારૂની હેરાફેરી જેવા ગુનાઓ આચરીને મોટો આર્થિક નફો મેળવ્યો હતો.
સી ડિવિઝન પોલીસમાં એલસીબી પીઆઈ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાી
જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં એલસીબી પીઆઈ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં ધીરેન કારીયા, ઉદય નરોત્તમ દવે, સમીર ડોસા કોડીયાતર, વિપુલ સુરાભાઈ સુત્રેજા, ભાવેશ બંધીયા, અજય કોડીયાતર, કીરીટ છેલાણા અને ભુપત કોડીયાતરનો સમાવેશ થાય છે