
આખરે એ દિવસ આવી ગયો જે CSKના ફેન્સ જોવા નહતા માંગતા. તેનો અર્થ એ થયો કે એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળની CSK ટીમ હવે IPL 2025ના પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. એટલે કે CSKની વાર્તા અહીં પૂરી થાય છે, હવે કોઈ સમીકરણ કે પરિસ્થિતિ CSKને આગળ નહીં લઈ જઈ શકે. દરમિયાન, PBKS જીત મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે અને ટીમ હવે પ્લેઓફની ખૂબ નજીક છે.
પંજાબ બીજા સ્થાને પહોંચ્યું
CSK અને PBKSની મેચ બાદ પોઈન્ટ્સ ટેબલમાં પણ ફેરફાર થયો છે. જોકે, RCB હજુ પણ પોઈન્ટ્સ ત્બ્લમાં ટોપ પર છે. તેના 14 પોઈન્ટ છે અને તેન નેટ રન રેટ પણ ઘણી સારી છે. દરમિયાન, ચેન્નાઈને હરાવીને, PBKSની ટીમ પાંચમા ક્રમેથી સીધી બીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે ટીમના 13 પોઈન્ટ છે. PBKSની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
ત્રણ ટીમોના પોઈન્ટ સરખા
હવે ત્રણ ટીમો છે જેમના પોઈન્ટ સમાન એટલે કે 12 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ પાસે 12-12 પોઈન્ટ છે પરંતુ સારી નેટ રન રેટના આધારે MI ત્રીજા સ્થાને છે. GT ચોથા સ્થાને છે અને DCની ટીમ પાંચમા સ્થાને છે. આગામી મેચો આ ત્રણેય ટીમોનું ભાવિ નક્કી કરી શકે છે. LSG પાસે ફક્ત 10 પોઈન્ટ છે અને તે ટીમ છઠ્ઠા નંબર પર છે. KKRના 9 પોઈન્ટ છે. આનો અર્થ એ થયો કે આ બંને ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં છે, પરંતુ આગળનો રસ્તો તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે.
રાજસ્થાન અને હૈદરાબાદ માટે પણ ઘણી મુશ્કેલીઓ છે
RR અને SRHના 6-6 પોઈન્ટ છે. તેમની આશાઓ પણ જીવંત છે, પરંતુ પ્લેઓફમાં પહોંચવું તેમના માટે સરળ કાર્ય નથી. આ બંને ટીમો વધુ એક મેચ હારી જશે કે તરત જ તેમની વાર્તા પણ અહીં જ સમાપ્ત થઈ જશે. આનો અર્થ એ થયો કે આગામી મેચો બધી ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, એક જીત અને એક હાર પ્લેઓફ નક્કી કરવા માટે પૂરતી હશે. હવે આજે (1 મે), MI અને RRની ટીમો એકબીજા સામે ટકરાશે, આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.