
સોમવારે, IPL 2025માં એક ખેલાડીએ ઈતિહાસ રચ્યો હતો. આ ખેલાડીનું નામ વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) છે. વૈભવે વિસ્ફોટક બેટિંગ કરીને ભારતીય ખેલાડી તરીકે સૌથી ઝડપી ટૂર્નામેન્ટની બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. તેની આ ઈનિંગ જોઈને બધા લોકો તેના વખાણ કરી રહ્યા છે. કારણ કે માત્ર 14 વર્ષની ઉંમરે માત્ર 35 બોલમાં સદી ફટકારી છે અને તે પણ તેની ત્રીજી જ IPL મેચમાં.
હવે સદી ફટકાર્યા બાદ વૈભવ (Vaibhav Suryavanshi) એ તેના સંઘર્ષની કહાની જણાવી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના માતા-પિતા એ તેને ક્રિકેટર બનાવવા માટે મહેનત કરી છે. આ સાથે તેણે પોતાના ભવિષ્ય વિશે પણ વાત કરી હતી.
https://twitter.com/IPL/status/1917063692912627818
વૈભવે તેના માતા-પિતા વિશે કહી આ વાત
14 વર્ષીય વૈભવે કહ્યું, "હું જે પણ છું તે મારા માતા-પિતાના કારણે છું, મારા માતા સવારે 2 વાગ્યે ઉઠે છે, તે રાતના 11 વાગ્યે સૂવે છે અને ત્રણ કલાક જ ઊંઘ કરે છે. પછી મારા માટે ભોજન બનાવે છે. મારા પિતાએ કામ છોડી દીધું છે, મારો મોટો ભાઈ પિતાનું કામ સાંભળી રહ્યો છે. ઘણી મુશ્કેલીઓથી અમારું ઘર ચાલી રહ્યું છે. પરંતુ મારા પિતા મને કહ્યા રાખે છે કે તું કરી લઈશ. તો ભગવાન જુએ કે મહેનત કરનારને ક્યારેય અસફળતા નથી મળતી. જે પણ પરિણામ દેખાઈ રહ્યું છે, હું સફળ થઈ રહ્યો છું તો મારા માતા-પિતાના કારણે જ છે."
રાજ્સ્થાનની ટીમમાં રમવા અંગે શું કહ્યું?
વૈભવે આગળ કહ્યું, "ઘણા દિવસથી તૈયારી કરી રહ્યો હતો, આજે પરિણામ મળ્યું તો ઘણું સારું લાગ્યું. હવે આગળ વધુ સારું કરવાનો પ્રયાસ કરીશ. ટીમ માટે કોન્ટ્રીબ્યુટ કરવું છે જેટલું કરી શકું છું." રાજસ્થાનની ટીમમાં સામેલ થવા પર ક્રિકેટરે કહ્યું, "હું ટ્રાયલ્સમાં ગયો હતો ત્યાં વિક્રમ સર અને અમારા મેનેજર રોમી સર હતા. મેં ટ્રાયલ્સમાં સારી બેટિંગ કરી હતી તો રોમી સરે મને કહ્યું અમે તને અમારી ટીમમાં લેવાનો પ્રયાસ કરીશું. હું જ્યારે ટીમમાં આવ્યો ત્યારે સૌથી પહેલા તેમનો ફોન આવ્યો અભિનંદન આપ્યા, પછી રાહુલ સર સાથે વાત કરાવી."
રાહુલ દ્રવિડ વિશે વાત કરતા કહ્યું, "ખૂબ જ સારી ફિલિંગ હતી, રાહુલ સરની નીચે ટ્રેનિંગ લેવી, મેચ રમવી, ટૂર્નામેન્ટ રમવી, તેમના નીચે કામ કરવું કોઈપણ ક્રિકેટર માટે એક સપનાથી ઓછું નથી." તેણે આગળ કહ્યું, "મને સિનીયર્સ અને કોચિંગ સ્ટાફ તરફથી ઘણો સપોર્ટ મળે છે, સંજુ ભાઈ, યશસ્વી ભાઈ, રિયાન ભાઈ, ધ્રુવ ભાઈ, નીતીશ ભાઈ જેટલા પણ સિનીયર છે, રાહુલ સર, વિક્રમ સર તે બધા મારી સાથે પોઝિટીવ વાત કરે છે. મને વિશ્વાસ અપાવે છે કે હું સારું કરી શકું છું. ટીમને જીતાડી શકું છું. જેના કારણે આત્મવિશ્વાસ વધુ રહે છે, તણાવ નથી રહેતો. થોડી નર્વસનેસ હોય છે કેમ કે IPLની મેચ છે પરંતુ તેમની સાથે વાત કરીને તણાવ નથી લાગતો."
'પહેલા બોલ પર સિક્સ ફટકારવી સામાન્ય છે'
વૈભવે પહેલા બોલ પર સિક્સ ફટકારવા પર કહ્યું કે, "પહેલા બોલ પર સિક્સ ફટકારવી મારા માટે સામાન્ય વાત હતી. કારણ કે મેં આ બધું અંડર 19 ટીમ ઈન્ડિયા માટે અને સ્થાનિક મેચોમાં કર્યું હતું. કારણ કે મને એક વાત ખબર હતી કે જો બોલ મારી રડારમાં આવશે, તો હું તેને ફટકારીશ. મેં ક્યારેય મનમાં વિચાર્યું ન હતું કે તે એક મોટો બોલર છે. હવે, હું ભારત માટે કોન્ટ્રીબ્યુટ કરવા માંગુ છું, હું રમવા માંગુ છું, તેથી મારે તે મુજબ તૈયારી કરવી પડશે."