અમદાવાદના જીવરાજ પાર્કની જ્ઞાનદા સોસાયટીમાં આવેલા ACના ગોડાઉનમાં બનેલી બ્લાસ્ટ અને આગની ઘટના સમગ્ર શહેર માટે ચેતવણી સમાન છે. ન માત્ર જીવરાજ પાર્ક, વેજલુપર પરંતુ શહેરના અનેક વિસ્તારોની સોસાયટીમાં રહેણાંક મકાનો કોમર્શિયલ હેતુથી ભાડે અપાયા હોવાનું જોવા મળે છે. મકાન માલિક કે પછી સોસાયટી તંત્રને તગડું ભાડું મળે એમાં રસ હોય છે, પરંતુ ભાડુઆત તે મકાનમાં શું સામાન રાખે છે કે શેનું ગોડાઉન બનાવે છે તેની દરકાર રાખવામાં નથી આવતી. અને તેના કારણે જ જ્ઞાનદા સોસાયટીમાં ઘટી હતી તેવી ઘટના બનતી હોય છે. જેમાં ભાડે લીધેલા મકાનમાં એસીનો સામાન, ગેસ સિલિન્ડર સહિતનો સામાન ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યો હતો.

