ગુજરાતના દાહોદમાં ધાનપુરની ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે દાહોદના ધાનપુરની ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગને લઈને તપાસ શરૂ થઈ છે.
કઢી-ખીચડી અને શાક-રોટલી ખાધા બાદ થઈ અસર
દાહોદ ફૂડ વિભાગે વિદ્યાર્થીઓને પીસરવામાં આવેલા ફૂડના સેમ્પલ લેવાની કામગીરી કરી છે..ધાનપુર ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં ગત રાતે કઢી-ખીચડી અને શાક-રોટલી ખાધા બાદ વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા.
વિદ્યાર્થીનીઓમાં ઉલ્ટી-ચક્કર અને પેટમાં દુખાવાની ફરિયાદ
વિદ્યાર્થીનીઓમાં ઉલ્ટી-ચક્કર અને પેટમાં દુખાવાની ફરિયાદ જોવા મળી હતી.મોડી રાતે લગભગ 50 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. રેસિડેન્સિયલ સ્કૂલમાં ફુડ પોઈઝનિંગની જાણ થતા મામલતદાર, પ્રાંત અધિકારી સહિત આરોગ્ય વિભાગ દોડતું થયું હતુ..તેમજ ફૂડ વિભાગે વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.