
Junagadh News: જૂનાગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં લગ્ન પ્રસંગના જમણવારમાં મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના ફુલરામા ગામથી આ ઘટના સામે આવી રહી છે જેમાં લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના ફુલરામા ગામે નાથાભાઇ પરમારના પુત્ર રવિના લગ્ન પ્રસંગમાં આ બનાવ બન્યો હતો. લગ્ન પ્રસંગના ભોજન સમારંભમાં ફ્રુટ સલાડ, ગુલાબ જાંબુ અને બરફી જેવી મીઠાઈઓ સહિતની વાનગીઓ પીરસાઈ હતી. જેમાં 85 લોકોને અસર થતા તેમને માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. ફૂડ પોઈઝનિંગની અસર પામેલ લોકોને ગઈ કાલ રાતે દાખલ કરાયા હતા જો કે, તમામની હાલત હાલ સ્થિર છે.