Home / Gujarat / Junagadh : Biker dies in accident between bike and dumper

Junagadh News: કેશોદમાં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું મોત

Junagadh News: કેશોદમાં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું મોત

ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં જુનાગઢમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જુનાગઢ જિલ્લાના કેશોદમાં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેશોદ ફાગળી રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, અકસ્માતમાં મૃત્યુ પામનાર 60 વર્ષીય ગોવિંદ મગન ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. મોતને ભેટનાર બાઈક ચાલક પંચમહાલના ટિંબી ગામના રહેવાસી અને હાલ કેશોદ સ્ટોન ક્રસરમાં શ્રમિક તરીકે કામ કરતાં હોવાની વિગતો મળી રહી છે. પોલીસે મરણજનારના પુત્રની ફરિયાદ આધારે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related News

Icon