
Junagadh News: જૂનાગઢમાં ગેસ લાઈન લીકેજ થવાને મામલે પોલીસની કાર્યવાહી સામે આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં ઝાંઝરડા ચોકડી ખાતે ગેસ લાઈન લીકેજ થતા આગ લાગવાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ખાણીપીણીની દુકાનના વેપારી શૈલેષભાઈ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. JCBના ચાલક રાજેશ યાદવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, પોલીસ ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક ધોરણે JCB ના ચાલકની ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટનામાં કુલ 3 વ્યક્તિના થયા હતા મોત થયા હતા. જેમાં માતા રૂપા સોલંકી અને પુત્રી ભક્તિનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય એક હરેશભાઈ રાબડીયા નામના વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે જૂનાગઢની બી ડીવીજન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.