રાજસ્થાનમાં બ્યાવર-પિંડવાડા હાઈવે (NH-62) પર ગુરુવારે સવારે લગભગ 7:15 વાગે ટાયર ફાટવાના કારણે ગોજારો અકસ્માત સર્જાયો. કાર નાળામાં પડી ગઈ અને એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા. કારમાં સવાર લોકો પિંડવાડાથી જોધપુર તરફ જઈ રહ્યા હતા.
'કારનું સંતુલન ખોરવાતા અકસ્માત
આ દુર્ઘટના અંગે એસપીએ જણાવ્યું કે 'કારનું સંતુલન ખોરવાતા અકસ્માત થયો છે. પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિરોહીમાં સારનેશ્વર બ્રિજ નજીક આ દુર્ઘટના ઘટી છે. કારનું ટાયર ફાટવાથી કાર બેકાબૂ થઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી.' બીજી તરફ સિરોહી પોલીસે જણાવ્યું કે 'કારમાં સવાર એક પરિવાર ગુજરાતથી જોધપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે સારનેશ્વર બ્રિજ નજીક કારની આગળનું ટાયર ફાટી ગયુ, જેનાથી કાર બેકાબૂ થઈને ડિવાઈડરને પાર કરતાં નાળામાં પડી ગઈ હતી.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.