Last Update :
21 Aug 2024
ગુજરાતના કોડિનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત સાથે ૧૦ દબાણકર્તાઓ દ્વારા કરવામાં આવેલા દબાણને દૂર કરીને કુલ ૩ લાખ ૧૮ હજાર ૭૩૧ ચો.મી. કિંમતની આશરે રૂપિયા ૧૬ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
4 જેસીબી તેમજ ૨ ટ્રેક્ટર્સ સાથે રાખી દબાણ દુર કર્યું
ગ્રામ પંચાયત દ્વારા 4 જેસીબી તેમજ ૨ ટ્રેક્ટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા હજુ પણ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલું રાખવામાં આવશે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.