
દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાયેલી મેચમાં કંઈક એવું બન્યું જે સામાન્ય રીતે ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે. રાજસ્થાનના બોલર સંદીપ શર્મા (Sandeep Sharma) એ એક ઓવરમાં 11 બોલ ફેંક્યા. IPLના ઈતિહાસમાં આ ફક્ત ચોથો પ્રસંગ છે જ્યારે કોઈ બોલરે એક ઓવર પૂર્ણ કરવા માટે 11 બોલ ફેંકવા પડ્યા હોય. આ ઓવરમાં સંદીપ (Sandeep Sharma) ચાર વાઈડ અને એક નો-બોલ પણ ફેંક્યો હતો. સંદીપની આ ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે કુલ 19 રન બનાવ્યા. સંદીપની આ ઓવર RR માટે ખૂબ જ મોંઘી સાબિત થઈ, જેના કારણે DCની ટીમ સ્કોરબોર્ડ પર 188 રન બનાવવામાં સફળ રહી હતી.
11 બોલ ઓવર
સંદીપ શર્મા (Sandeep Sharma) ઈનિંગની છેલ્લી ઓવર વાઈડથી શરૂ કરે છે. આ પછીનો બોલ એક ડોટ બોલ હતો. એક કાયદેસર બોલ નાખ્યા પછી, સંદીપ (Sandeep Sharma) એ સતત ત્રણ બોલ વાઈડ ફેંક્યા. ત્રણ વાઈડ બોલ પછી, સંદીપે નો-બોલ પણ ફેંક્યો. ઓવરના આગામી બે બોલ પર સ્ટબ્સે એક ફોર અને એક છગ્ગો ફટકાર્યો. સંદીપે પોતાની ઓવરમાં 19 રન આપ્યા, જેમાં ચાર વાઈડ અને એક નો-બોલનો સમાવેશ થતો હતો.
https://twitter.com/Shebas_10dulkar/status/1912532776710275197
સંદીપ (Sandeep Sharma) IPLના ઈતિહાસમાં ચોથો બોલર છે જેણે 11 બોલમાં એક ઓવર પૂરી કરી છે. તેના પહેલા મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે અને શાર્દુલ ઠાકુરે આ શરમજનક યાદીમાં નામ નોંધાવ્યું છે. સિરાજે 2023માં એક ઓવર પૂરી કરવા માટે 11 બોલ ફેંક્યા હતા. તુષારે પણ 2023માં 11 બોલની ઓવર નાખી હતી અને શાર્દુલે આ સિઝનમાં જ 11 બોલની ઓવર નાખી હતી.
DCની ઈનિંગ
DC તરફથી અભિષેક પોરેલે શાનદાર બેટિંગ કરી અને 37 બોલમાં 49 રનની ઈનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન અભિષેકે 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. કેએલ રાહુલે 32 બોલમાં 38 રન બનાવ્યા હતા. કેપ્ટન અક્ષર પટેલે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી અને 14 બોલમાં 34 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 18 બોલમાં 34 રન ફટકાર્યા, જેના કારણે દિલ્હીની ટીમ 5 વિકેટ ગુમાવ્યા બાદ 188 રન બનાવી શકી. RR તરફથી બોલિંગમાં, જોફ્રા આર્ચરે બે વિકેટ લીધી, જ્યારે મહેશ થીક્ષાના અને હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી.