
ગુજરાતમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે અવાર-નવાર નિર્માણધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા અને જર્જરિત ઇમારતો તૂટી પડવાના બનાવો વધી રહ્યા છે. આજે ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા છે. જે પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યાંની માહિતી મળી છે.