
દીપિકા પદુકોણ (Deepika Padukone) એ એટલી (Atlee) ની ફિલ્મ સાઈન કરી છે, જેમાં તે અલ્લુ અર્જુન (Allu Arjun) સાથે જોડી જમાવવાની છે. અભિનેત્રી અને એટલી (Atlee) એ આ પહેલા 'જવાન' ફિલ્મમાં સાથે કામ કર્યું છે. દીપિકા (Deepika Padukone) ની સેટ પરથી તસવીર વાયરલ થઈ છે, જેમાં તે ભાલો ફેંકતી જોવા મળી રહી છે. આ એક સાઈ-ફાઈ એકશન થ્રિલર હશે. જેનું શૂટિંગ આ વરસે જ શરૂ કરવામાં આવશે.
હાલ આ ફિલ્મનું કામચલાઉ શિર્ષક 'AA22xA6' રાખવામાં આવ્યું છે. જેમાં દીપિકા (Deepika Padukone) ની ઝલક જોવા મળી છે. અલ્લુ અર્જુન (Allu Arjun) સાથે દીપિકા (Deepika Padukone) ની આ પહેલી ફિલ્મ હશે જ્યારે એટલી (Atlee) સાથે બીજી ફિલ્મ હશે. તો બીજા બાજુ દીપિકાને 'કલ્કિ 2' માંથી હાંકી કાઢવાની વાતને ખોટી કહેવામાં આવી રહી છે. દીપિકા 'કલ્કિ 2' નો હિસ્સો છે અને રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મસર્જકે દીપિકા પદુકોણ (Deepika Padukone) ની કાસ્ટિંગની ઘોષણા કરતો એક ધમાકેદાર વીડિયો શેર કર્યો છે. જેમાં દીપિકા ફ્યૂચિરિસ્ટિક સૂટ પહેરેલી હાથમાં ભાલો લઈને એકશન કરતી જોવા મળી રહી છે. હાલમાં સમાચાર હતા કે,સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' ની માફક જ તેને 'કલ્કિ 2898 એડી 2' માંથી પણ હાંકી કાઢવામાં આવી છે.
પરંતુ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીપિકા હજી પણ 'કલ્કિ 2' નો હિસ્સો છે. આ ફિલ્મનું શૂટિંગ એક વરસ પછી શરૂ થવાનું છે. તો પછી સેટ પર તાણ હોવાની કોઈ શક્યતા જ નથી. એટલું જ નહીં અભિનેત્રી કલ્કિ ફિલ્મનો હિસ્સો હતી અને તેની આસપાસ જ ફિલ્મની વાર્તા ઘુમતી હતી. હવે સિકવલમાં પણ તેનો રોલ મહત્ત્વનો છે.