
Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે બનનાર પ્રાણી સંગ્રહાલયથી કઈ ખુશી કહી ગમ જેવો ઘાટ ઘડાયો છે પ્રાણી સંગ્રહાલય બનવાની મંજૂરી મળ્યા બાદ સરવે અને માપણી કરી સરકારી જગ્યા પર વર્ષોથી પાકા મકાન બનાવી રહેતા લોકોનું ઘર છીનવાઈ જતા તેઓ બેઘર બન્યા છે.
આ કેવો ન્યાય પ્રાણીઓ માટે કરી ઘર ધરાવતા લોકોને બેઘર કરવા : સ્થાનિક રહીશ
પીડિત લોકો કહીં રહ્યાં છે આ કેવો ન્યાય પ્રાણીઓ માટે કરી ઘર ધરાવતા લોકોને બેઘર કરવા સરકાર તૂટેલા ઘર ફરી એકવાર ઉભા કરી આપે એ જ માંગ.
રાજ્યના વન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂનાડીસા ગામે વાસણા રોડ પર 450 વીઘા જમીનમાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવાની મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય કરતાં પણ મોટો છે. વન વિભાગે છ મહિના પહેલાં જ આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પ્રાણી સંગ્રહાલયના નિર્માણ પાછળ અંદાજે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
અત્યાર સુધી 10 મકાનો તોડી પડાયા, 200 મકાનોને ફટકારાઈ નોટિસ
જો કે મંજૂરી મળ્યા બાદ હવે એ વિસ્તારમાં સરવે અને માપણી કરી નડતરૂપ અને સરકારી જગ્યા પર વસવાટ કરતા લોકોના મકાનોને નોટિસો આપી તોડી પાડવામાં આવી રહ્યા છે તેનાથી હવે એક વિવાદ ઉભો થયો છે જેમાં વર્ષોથી એ વિસ્તારમાં વસવાટ કરતા અને રહેતા આ ગરીબ લોકોએ મહેનત કરી પાક્કા મકાનો બનાવ્યા હતા પણ હવે જ્યારે પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે ત્યારે આ તમામ મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે.
વર્ષોથી પાક્કા મકાન બનાવી રહેતા લોકો બન્યા બેઘર.
જો કે, અત્યાર સુધી 10થી વધુ મકાનો તોડી પડાયા છે અને અન્ય તોડવાના 200થી વધુ મકાનોને નોટિસ આપી સ્વૈચ્છિક હટી જવા માટે સૂચન કરવામાં આવ્યું છે જેનો વિરોધ રહેતા એ ગરીબ લોકો કરી રહ્યા છે. જો કે પ્રાણી સંગ્રહાલય બને છે અને તમારું દબાણમાં આવે છે તેમ કહી તોડી પડાયેલ મકાનોના લોકો હાલ ખુલ્લા આકાશમાં રહેવા મજબૂર બન્યા છે તેઓ કહે છે આ કેવો ન્યાય પ્રાણીઓ માટે કરી ઘર ધરાવતા લોકોને બેઘર કરવા.
જો કે હાલ તો પ્રાણી સંગ્રહાલય બનવાની કામગીરીમાં ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે જેનાથી વર્ષોથી વસવાટ કરતા લોકોના પાક્કા મકાનો તોડી પડતા એ ગરીબ લોકો બેઘર બનતા હાલ તેઓ ખુલ્લા આકાશમાં રહેવા મજબૂર છે ચોમાસાની ઋતુમાં તેમના ઢોર-ઢાંખર સાથે તેઓ રાત કઈ રીતે ગુજારશે એ સવાલ ઉઠી રહ્યા છે. જો કે હાલ તો તેઓ વરસાદની ઋતુ પહેલા તોડી પાડવામાં આવેલા ઘર ફરી ઉભા કરવામાં આવે અથવા સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.