Home / Sports / Hindi : These teams have high chances to qualify in playoff in IPL 2025

IPL 2025 / કન્ફર્મ થઈ ગઈ આ 3 ટીમોની પ્લેઓફ ટિકિટ? રાજસ્થાન રોયલ્સ માટે લગભગ બંધ થઈ ગયા દરવાજા

IPL 2025 / કન્ફર્મ થઈ ગઈ આ 3 ટીમોની પ્લેઓફ ટિકિટ? રાજસ્થાન રોયલ્સ માટે લગભગ બંધ થઈ ગયા દરવાજા

ગઈકાલે RCBની ટીમે RRને રોમાંચક મેચમાં 11 રનથી હરાવીને પ્લેઓફ તરફ આગળ વધી છે. આ સાથે પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. હવે IPL 2025ના પ્લેઓફની રેસમાં 6 ટીમો સામેલ છે, જેમાંથી ત્રણ ટીમોના 12-12 પોઈન્ટ છે. આ હાર સાથે, RRની પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાત ટાઈટન્સ પહેલા નંબર પર

ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમ IPL 2025ના પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન પર છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી તેણે 6 મેચ જીતી છે અને માત્ર 2 મેચ હારી છે. તેની નેટ રન રેટ પ્લસ 1.104 છે. તેના હાલ 12 પોઈન્ટ છે.

દિલ્હી કેપિટલ્સ (DC) ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 6 મેચ જીતી છે અને પ્લસ 0.657ની નેટ રન રેટ સાથે 12 પોઈન્ટ ધરાવે છે. RCBની ટીમ ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને 6 જીતી છે. 12 પોઈન્ટ સાથે તેની નેટ રન રેટ પ્લસ 0.482 છે.

3 ટીમો પાસે પ્લેઓફમાં પહોંચવાની સૌથી વધુ તક છે

GT, DC અને RCB ત્રણેય ટીમોના 12-12 પોઈન્ટ છે અને પ્લેઓફમાં તેમની જગ્યા લગભગ નિશ્ચિત છે, કારણ કે દિલ્હી અને ગુજરાત બંને પાસે 6-6 મેચ બાકી છે, જેમાંથી તેમને પ્લેઓફ ટિકિટ કન્ફર્મ કરવા માટે ફક્ત ત્રણ મેચ જીતવાની રહેશે. બીજી તરફ, RCB પાસે પાંચ મેચ બાકી છે, જેમાંથી ત્રણ જીતી જાય તો તે પોતાનું કામ પૂર્ણ કરી શકે છે. આ ટીમોના બોલરો અને બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે.

આ ટીમો પણ રેસમાં સામેલ છે

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લસ 0.673 નેટ રન રેટ), પંજાબ કિંગ્સ (પ્લસ 0.177 નેટ રન રેટ) અને લખનૌ સુપર જાયન્ટ્સ (માઈન્સ 0.054 નેટ રન રેટ) ની ટીમો પણ પ્લેઓફની રેસમાં સામેલ છે. ત્રણેય ટીમોના 10-10 પોઈન્ટ છે. મુંબઈ અને લખનૌએ 9-9 મેચ રમી છે. જ્યારે પંજાબે અત્યાર સુધી માત્ર 8 મેચ રમી છે.

રાજસ્થાન રોયલ્સ માટે દરવાજા લગભગ બંધ થઈ ગયા

વર્તમાન સિઝનમાં, રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે, જેમાંથી તેણે ફક્ત 2 મેચ જીતી છે અને 7 મેચ હારી છે. ચાર પોઈન્ટ સાથે તેની નેટ રન નેટ માઈનસ 0.625 છે. તે પોઈન્ટ્સ ટેબલમાં 8મા સ્થાને છે. રાજસ્થાન પાસે હજુ 5 મેચ બાકી છે. જો તે આ પાંચેય મેચ જીતવામાં સફળ રહે તો પણ, લીગ સ્ટેજ પૂર્ણ થયા પછી તેના કુલ 14 પોઈન્ટ થશે અને કોઈપણ ટીમ માટે 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું સરળ નથી. તેને અન્ય ટીમો પર પણ આધાર રાખવો પડશે.

Related News

Icon