સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગોતાલાવાડી વિસ્તારમાં સ્થિત HVK ઈન્ટરનેશનલ ડાયમંડ કંપનીના લગભગ 100 જેટલા રત્નકલાકારો આજે તેજ હડતાળ પર ઉતરી આવ્યા છે. રત્નકલાકારોનું કહેવું છે કે કંપની દ્વારા 1 એપ્રિલે ભાવ વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 10 એપ્રિલ પછી પણ કોઈ કાર્યવાહી નહીં થતા તેમણે ફરીથી હડતાળનો માર્ગ પસંદ કર્યો છે.

