ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને યુરોપની રક્ષા માટે રાફેલ ફાઇટર જેટને આગળ ધર્યું છે. તેમણે યુરોપિયન દેશોને યુરોપિયન ફાઇટર જેટ પર પોતાની આત્મનિર્ભરતા વધારવાનું આહ્વાન કર્યું છે. જેના માટે રાફેલ ફાઇટર જેટને રજૂ કરવામાં આવ્યું છે. ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેમણે રાફેલ ફાઇટર જેટને દર્શાવ્યા છે. પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમારા યુરોપની સુરક્ષા માટે'. આ પોસ્ટરમાં લખ્યું હતું કે, 'રાફેલ બોલાવી રહ્યું છે.' ફ્રાન્સના પ્રમુખની આ પોસ્ટનો સીધો અર્થ એ હતો કે, હવે યુરોપમાં પોતાની સુરક્ષા માટે અમેરિકાની તરફ જોવાની જરૂર નથી, પરંતુ યુરોપે પોતાની આત્મરક્ષા માટે ખુદ આત્મનિર્ભર થવું જોઈએ. જોકે, મેક્રોને પોતાની પોસ્ટમાં વિસ્તારથી નથી જણાવ્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, રાફેલ ફાઇટર જેટને તે પોતાના યુરોપીય સહયોગી અને NATO દેશની વચ્ચે પહોંચાડવા ઈચ્છે છે.

