Surat news: સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગૅસ રીફીલિંગ કૌભાંડ ઝડપાયું છે. ગોડાઉન ભાડે રાખી આરોપીઓ સિલિન્ડરમાંથી ગૅસ કાઢી વેપલો ચલાવતા હતા. પોલીસે રાજ્યનું સૌથી મોટુ ગૅસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગોડાઉનમાં ઈન્ડેન ગૅસની બોટલમાંથી અન્ય બોટલમાં રીફીલિંગ કરવામાં આવતુ હતુ. કૌભાંડીઓ ગૅસ સિલિન્ડરમાંથી બેથી ત્રણ કિલો ગૅસ કાઢી લેતા હતાં. જેથી પોલીસે ચંદન ગૅસ સર્વિસ નામની એજન્સીમાંથી આ કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે. આ ઉપરાંચ ઓલપાડ પોલીસે 917 ગૅસની બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

