
ધનુષ (Dhanush) તેની આગામી ફિલ્મ 'તેરે ઈશ્ક મેં' (Tere Ishk Mein) માં એરફોર્સ ઓફિસરનો રોલ ભજવી રહ્યો હોવાની અટકળો છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી ધનુષનો એક ફોટો સામે આવ્યો છે. તેમાં તે એરફોર્સ ઓફિસરના યુનિફોર્મમાં દેખાય છે. તેની હેરસ્ટાઈલ અને મૂછ પણ કોઈ ઓફિસર જેવા દેખાય છે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ધનુષ (Dhanush) ખરેખર એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં જ છે કે નહીં. ફિલ્મ સર્જક આનંદ એલ રાયે આ ફિલ્મની વાર્તા વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ તે તેની ધનુષ (Dhanush) સાથેની અગાઉની ફિલ્મ 'રાંઝણા' ની જેમ એક આવેગશીલ લવ સ્ટોરી જ હશે તેમ મનાય છે.
અગાઉ આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે ધનુષનો જે લૂક સામે આવ્યો હતો તેના અને હવે આ નવા લૂૂકમાં આસમાન જમીનનું અંતર છે.
પહેલીવાર ધનુષ (Dhanush) નો જે લૂક જોવા મળ્યો હતો તેમાં તે બહુ જ વધારાયેલા વાળ અને મેલા કપડામાં દેખાયો હતો. ઉલ્લેખનીય છે કે 'રાંઝણા' માં ધનુષ (Dhanush) એ પહેલા એક ટપોરી યુવક અને બાદમાં વિદ્યાર્થી ચળવળકારની ભૂમિકા ભજવી હતી.