
Amreli news: અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયેદસર રીતે બનાવેલા દબાણ પર તંત્રનો હથોડો વીંઝાવાનો યથાવત્ છે. ત્યારે અમરેલી-ધારીના હિમખડીપરામાં આવેલા મૌલાનાની મદ્રેસા પર તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કર્યું હતું. ધાર્મિક બાંધકામ હટાવતા પહેલા એસપી સંજય ખરાતે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જેમાં પાંચથી વધુ જુદાજુદા તાલુકામાંથી પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે તૈનાત કરી ધાર્મિક દબાણ દૂર કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધારીના હિમખડીપરામાં આવેલા મૌલાનીની મદ્રેસા પર તંત્રએ બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરી હતી. ડ્રોન વિમાનથી આખા વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી. આ દરમ્યાન અમરેલી,બાબરા,સાવરકુંડલા,રાજુલા,ખાંભા,દામનગર સહિત 5થી વધુ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મદ્રેસા ડિમોલેશન દરમ્યાન સમગ્ર જિલ્લામાં પોલીસની તમામ ગતિવિધિ ઉપર નજર હતી. આ દરમ્યાન SOG,LCB સહિત સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.