
- ઔદ્યોગિક માર્ગદર્શન
આજના યુવાધનને બરાબર તાલીમ આપી શકાય તેવી પ્રણાલીઓ સફળ થવા માટે ટૂંકો રસ્તો ન અપનાવતા સરળ રસ્તો અપનાવવો જરૂરી છે. આજના યુવાધને ગૃહઉદ્યોગ અથવા તો નાના હુન્નર પર ધ્યાન આપવું જોઇએ. અહીં નાના પાયાના ઉદ્યોગો અંગેની માહિતી પર નજર કરીએ તો,
વોશિંગ પાવડર - ઇનગ્રેડીએન્ટ : ફોર્મ્યુલા : સોડા એસ ૭૦ કીલો, એસિડ સ્લરી ૧૦ કીલો, પાણી ૨૦ કીલો, કલર કો.સ.
બનાવવાની રીત : સૌ પ્રથમ એક પ્લાસ્ટીક બકેટમાં પાણી લેવું ત્યારબાદ તેમાં ફ્લોરીસેન્ટ યેલો કલર અને એસિડસ્લરીને મિક્સ કરવા, મિક્સર પેસ્ટ ફોમમાં આવે પછીથી આ મિશ્રણને સોડા એસ સાથે પાવડી વડે થોડું થોડું મિક્સ કરતા રહેવું. આ મિક્સર પાવડર ફોમમાં આવે ત્યાં સુધી મિક્સ કરતા રહેવું. છેલ્લે પરફ્યુમ્સ નાખી સ્ક્રીન કરી લેવું જેથી વોશીંગ પાવડર તૈયાર થયો સમજવું.
વોશિંગ પાવડર : ફોર્મ્યુલા : સોડા એસ ૫૦ કીલો, એસિડ સ્લરી ૧૦ કીલો, પાણી ૧૫ કીલો, સોલ્ટ ૨૫ કીલો, કલર કો.સ.
બનાવવાની રીત : આ પ્રોડક્ટસ ઉપરના ફોર્મ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે. ફેરફાર એટલો જ કરવાનો છે કે આ મિકસર પાવડર ફોમમા આવે પછીથી સોલ્ટ મિક્સ કરી સ્ક્રીન કરી લેવું જેથી વોશિંગ પાવડર કોસ્ટમાં નીચે આવી શકશે.
ક્રોનસનટ્રેટેડ ફીનાઈલ : ફોર્મ્યુલા : ટર્કી રેડ ઓઇલ ૧૦૦ કીલો, પાઈન ઓઇલ ૨૦૦ લીટર.
બનાવવાની રીત : સૌ પ્રથમ પ્લાસ્ટીકના એક ડ્રમની અંદર ઉપરની બન્ને આઈટમ લઇ બરાબર મિક્સ કરવું. આ મટીરીયલ ક્લીયર (ચોખ્ખુ) બને ત્યાં સુધી મિક્સ કરતા રહેવું જેથી કોન્સન્ટ્રેટેડ ફીનાઈલ બન્યુ સમજવું.
સફેદ ફીનાઇલ : આ પ્રોડક્ટસ ઉપરના ફોર્મ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે. ફેરફાર એટલો જ કરવાનો છે કે આ મિક્સરમાં દસગણું પાણી અને ૫ લીટર ક્રોનિંગ ઓઇલ મિક્સ કરવાથી સફેદ ફીનાઈલ બનાવી શકાય છે.
લીક્વીડ ડીટરજન્ટ : એક પ્લાસ્ટીક બકેટની અંદર ૯ લીટર પાણી લેવું તેમાં ૧૮૦ ગ્રામ કોસ્ટીક સોડાને પીગળાવવો ત્યારબાદ એસિડ સ્લરી નાખી મિક્સ કરવું જેથી લીક્વીડ ડીટરજન્ટ તૈયાર થયો સમજવું.
નોંધ : ગૃહ ઉદ્યોગ હોવાથી લાઈસન્સસ ઓથોરીટીની જરૂરત રહેતી નથી.
- ધીરૂ પારેખ