
સુરતની હીરા બજારમાં માર્કેટ ભાવ કરતાં ૫૦ ટકા સસ્તા ભાવે રોકડેથી હીરાનો માલ ખરીદ કરનાર આરોપી ઝડપાયો છે. હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખુબ જ મોટાપાયે વિકાસ પામી રહેલ હોય મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઇલના વેપારનુ હબ છે. હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદ કરી તેનું પેમેન્ટ નહિ ચુકવનારા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
હીરા સગેવગે કર્યા
હીરા બજાર તથા ભાવનગર હીરા બજારના કુલ-૧૯ જેટલા વેપારીઓ પાસેથી કુલ્લે રૂ.૬,૭૦,૬૧,૩૭૨/- ની મત્તાનો રીયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઇ વઘાસીયાનાઓ પોતાના દિલ્લી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઇ જઇ બાદમાં આ હીરાનો માલ સગેવગે કરી પોતાનો મોબાઇલ નંબર બંધ કરી નાસી ગયા હતાં. હીરા બજારના દલાલ રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઇ વઘાસીયા વિરૂધ્ધ હીરા વેપારીઓ રજુઆત કરવા આવ્યા હતાં.
50 ટકા સ્સતા ભાવે વધારો કર્યો
ફરીયાદી આકાશ અશોકભાઇ સંઘવી રહેવાસી- ઘર નં.૯૦૪,ફાલ્કન એવેન્યુ,જાની ફરસાણની પાછળ,સીટી લાઇટ,સુરત નાઓની આરોપીઓ (૧) દલાલ રવીભાઇ ગણેશભાઇ વઘાસીયા રહે.ઘર નં.બી/૫૬,રાજાનંદ સોસાયટી રાશી સર્કલ,કતારગામ સુરત (૨) સાંઈ ડાયમંડના વેપારી જોનીભાઇ જેના પૂરા નામ ઠામ જણાયેલ નથી રહે.દિલ્લી તથા તપાસમા નીકળે તેઓ વિરૂધ્ધમાં ફરીયાદ લખી લઇ ડી.સી.બી પો.સ્ટે. A પાર્ટ નં.૧૧૨૧૦૦૧૫૨૫૦૦૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ- ૩૧૬(૫), ૬૧(૨),૩(૫) મુજબનો ગુનો તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવેલ અને સદર ગુન્હામાં પકડાયેલ આરોપી રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઇ વઘાસીયા નાઓએ વેપારીઓ પાસેથી છળ કપટથી મેળવેલ હીરાના માલ પૈકી રુપિયા ૨.૫ કરોડનો હીરાનો માલ દિલ્લી કરોલબાગ ખાતે હીરા લે-વેચનો ધંધો કરતાં વેપારી ધનરાજસિંહ ચતરાજી રાઠોડને માર્કેટ ભાવ કરતાં ૫૦ ટકા સસ્તા ભાવે વગર બીલે રોકડેથી વેચાણ કરેલાની કબુલાત કરી હતી.