
હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ભારે મંદી અને તેના કારણે અનેક રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિ બિહામણ બની ગઈ છે. સુરત શહેર અને જિલ્લામાં હજારો લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને આ ઉદ્યોગ સુરતની આર્થિક ધમસકાં ઠેરવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મંદીથી રત્નકલાકારો બેરોજગાર બની ચૂક્યા છે અને કઇંક કલાકારો તંગ માહોલમા આત્મહત્યાનો રસ્તો પણ અપનાવી ચૂક્યા છે.
કમિટીએ કંઈ કામ નથી કર્યુ
આ ગંભીર મુદ્દાને લઈને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક અને કાર્યકારી પ્રમુખ દિનેશ સાવલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સરકાર ફક્ત ખોખી જાહેરાતો કરતી રહી છે, પરંતુ જમીન પર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.કોંગ્રેસે જણાવ્યું કે રત્નકલાકારો માટે રાજ્ય સરકારે એક ખાસ કમિટીનું ગઠન કર્યું છે, જેમાં મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ સામેલ છે. છતાં આજ સુધી આ કમિટીએ કોઈ સ્પષ્ટ અભિગમ જાહેર કર્યો નથી કે રત્નકલાકાર માટે ભવિષ્યમાં શું પગલાં લેવામાં આવશે. કોંગ્રેસે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે સરકારે હજુ સુધી કોઈ દિશાનિર્દેશ આપ્યો નથી કે કમિટી શું કામ કરી રહી છે. પરિણામે, કલાકારોમાં અસંતોષ અને નિરાશાનો માહોલ ફેલાયો છે.
કોંગ્રેસ દ્વારા રજુ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ
રત્નકલાકાર કલ્યાણ બોર્ડની તાત્કાલિક સ્થાપના
રત્નકલાકારના બાળકોને અભ્યાસ માટે શિષ્યવૃતિ
રત્નકલાકાર પરિવારોને સસ્તી અને ગુણવત્તાસભર આરોગ્યસેવા
રત્નકલાકારો દ્વારા લેવાયેલી લોનમાં રાહત અથવા મુક્તિ યોજના
હીરા યુનિટ ધરાવતા લોકોને લાઇટ બિલમાં સહાય
રત્નકલાકારો માટે અલગ આવાસ યોજના શરૂ કરવી