ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા ઉસેટી લેનારા માસ્ટર માઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે. સુરતના 90 વર્ષીય વૃદ્ધ સિનિયર સિટિઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓના ઘરની બહારના સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે 1.15 કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા. આ મામલામાં સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય સુત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો.

