Home / Gujarat / Chhota Udaipur : Bus stand in parish became dilapidated

VIDEO: Chhotaudepur પંથકમાં બસ સ્ટેન્ડ બન્યા જર્જરિત, ચોમાસામાં લોકો માટે ઉભુ થયું જીવનું જોખમ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી-કવાંટ અને છોટાઉદેપુરના 65 કિલોમીટરના માર્ગમાં 20 જેટલા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે. આજુબાજુના ગામડાઓમાંથી લોકો કવાંટ, નસવાડી, છોટાઉદેપુર જવા માટે એસટી બસ અને ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડ ઉપર આવે છે. પરંતુ, જર્જરિત બસ સ્ટેન્ડ હોવાથી જીવના જોખમે લોકો બેસે છે. ચોમાસામાં બસની રાહ જોતા લોકો અમુકવાર વરસાદમાં પલળી પણ જાય છે. હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. ત્યારે બસ સ્ટેન્ડ ઊભા રહેવા માટે મહત્વનું સાબિત થાય છે. પરંતુ ઊભા રહેવામાં પણ જીવનું જોખમ હોય છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં એસટી બસ સ્ટેન્ડ જર્જરિત અવસ્થામાં છે. સરકારે લોકોના હિત માટે બસ સ્ટેન્ડ બનાવવા જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

 

Related News

Icon