બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાને મામલે ફેક્ટરીના માલિકને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે. સાબરકાંઠા ઇડર મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી મુખ્ય આરોપી દિપક મોહનાણીને પકડ્યો છે. દીકરો પકડાયો છે કિન્તુ બાપ હજુ ફરાર છે. બોર્ડર રેન્જ IG અને SP બનાસકાંઠા દ્વારા SITનું ગઠન કરવામાં આવ્યું છે. SITના ગઠન બાદ તપાસ હાલ ચાલુ છે.

