
ગુજરાતભરમાંથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા રાજ્યભરનું તંત્ર દોડતું થયું છે. રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર રહેણાંક તથા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આ અંગે કોઈકને કોઈક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં અમદાવાદ અર્બન ડેવેલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા શહેરમાં ફાયર NOCનો અભાવ હોય તેવા સ્થાનો પર નોટીસ ફટકારવામાં આવી રહી છે.
કેટેગરી | સંખ્યા |
---|---|
ગેમ ઝોન (Game Zone) | 1 |
શૈક્ષણિક એકમ (Educational Unit) | 150 |
ટ્યુશન ક્લાસીસ (Tuition Classes) | 30 |
શોપિંગ મોલ (Shopping Mall) | 10 |
હોસ્પિટલ (Hospital) | 100 |
સિનેમા મલ્ટિપ્લેક્સ (Cinema Multiplex) | 4 |
બેંકવેટ હોલ (Banquet Hall) | 25 |
જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી એકમ બંધ - AUDA
ઔડા વિસ્તારમાં મોટાપાયે એકમો પાસે BU પરમિશન, ફાયર NOCની મંજૂરીઓ નથી. 850થી વધુ એકમો પાસે પાસે BU પરમિશન કે ફાયર NOCનો અભાવ છે. જેને પગલે ઔડા દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. ઔડા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરીને આવા એકમોને શોધી કાઢવામાં આવ્યા છે. નોટિસ મળ્યાના દસ દિવસની અંદર પાસે BU પરમિશન કે ફાયર NOC લેવાની રહેશે. જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી એકમ બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે. 50થી વધુ લોકો ભેગા થતા હોય તેવા એકમો સહિત વિવિધ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ પંપ અને પબ્લિક.ગેધરિંગ વાળા 100 એકમોને પણ નોટિસ ફટકારવામાં આવી છે.