
બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાને મામલે ફેક્ટરીના માલિકો ફરાર છે. પોલીસ દ્વારા તપાસને તેજ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા ગોડાઉન આગ કાંડમાં માલિક કૂબચંદ સિંધી અને દીપક સિંધી હાલ ફરાર છે. LCB, SOG અને પોલીસની ત્રણ ટીમ આરોપીઓને શોધવા માટે લાગી છે. પોલીસની ટીમ રાજસ્થાન અને અમદાવાદ જવા રવાના થઈ ચૂકી છે. અત્યાર સુધી 21 લોકોના મોતની પુષ્ટિ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, મંજૂરી વગર દીપક ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખવો અને બનાવવો બધા માટે અલગ અલગ મંજૂરી જરૂરી હોય છે.
'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર
ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના મુદ્દે 'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે 20થી વધુ લોકોના મોત થયા છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓ સહિત જેટલા પણ લોકો જવાબદાર હોય તે તમામ લોકોના ઘરે સરકાર બુલડોઝર મોકલે. અમે જાણીએ છીએ કે, ભાજપ સરકાર આવી ઘટનાઓને રોકી નહીં શકે કારણ કે ભાજપને સરકાર ચલાવતા આવડતું નથી.
ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલી રહી છે અને તંત્રની ખબર પણ નથી? તક્ષશિલા કાંડમાં, હરણી બોટકાંડમાં, મોરબી બ્રિજકાંડમાં કે રાજકોટના અગ્નિકાંડમાં પણ લોકોને ન્યાય નથી મળ્યો.
ડિસા બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નિવેદન
ડિસા બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લાયસન્સ વગર ચાલતા ગોડાઉનમાં ફટાકડાનો કારોબાર ચાલતો હતો જેમાં આગ લાગતાં બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં તક્ષશિલા, મોરબી, હરણી જેવી ઘટનાઓ જોઈ છે. રાજકોટના TRB ઝોનમાં પણ લોકો મૃત્યુ પામ્યા હતા. આવા મોટા કાંડા થયા બાદ મીડિયાનું પ્રેશર ક્યારે કરે તેની સરકાર રાહ જોવે છે. મરી જાઓ અને 4 લાખ લઈ જાઓ તેમ સરકાર કરે છે. પરંતુ ન્યાય મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ સરકાર કરી શકતી નથી.
શ્રમિકો હારદા મધ્યપ્રદેશના હતા જ્યાં ભૂતકાળમાં ફેક્ટરીમાં આગ લાગી હતી. TRP ગેમ ઝોનમાં આખી સાઇટને હટાવી દીધી જેથી સબુતના મળે. આ વસ્તુ ફરી ન થાય તેના માટે FSLમાં તપાસ થવી જોઈએ. 3 લાખ 70 હજાર કરોડનું પેકેજ પાસ થયું છે. પીડિત પરિવારોને 1 કરોડની સહાય કરવી જોઈએ, નોન કરપ્ત અધિકારી દ્વારા SIT દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. લાયસન્સ એક્સપાયર થયું તેમ છતાં ફેક્ટરી ચાલતી હતી, જેથી અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈનું નિવેદન
સામાન્ય જનતા સાથે વાત કરી ત્યારે લોકો કહેતા 30 લોકોના મૃત્યુ થયા છે. કલેક્ટર પહેલા કહેતા કે 5 લોકોના મૃત્યુ થયા અને ત્યાર બાદ આંકડો વધ્યો. ગુજરાતના મોટા રાજકીય માથાના સંબંધ ફેક્ટરી માલિક સાથે છે. હારદા વિસ્તારના લોકો અહીંયા મજૂરી કરવા 2 દિવસ પહેલા જ આવ્યા હતા. હારદા અને ડીસાની ફેક્ટરીનું કનેક્શન તપાસવાની જરૂર છે. SIT નીમવામાં આવે અને ફોરેન્સિક તપાસ પણ કરવી જોઈએ. NGTના જજ સામે પીડિતાના પરિવારને રાખવા જોઈએ. હારદા બ્લાસ્ટમાં આરોપી ઝડપાયા તો અહીંના માલિકની પણ ધરપકડ કરવામાં આવે. તેમજ પોલિટિકલ કનેક્શન તપાસવા અમે માંગ કરીએ છીએ.