
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે ડાયવર્ઝને હાલાકી સર્જી છે. તંત્ર દ્વારા સાંકડું ડાયવર્ઝન બનાવાતા બે વાહનો પસાર થઈ શકતા નથી. ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે. તેની જગ્યા ઉપર પાકું ડાયવર્ઝન બનાવવાનો નિયમ છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
વાહનચાલકોમાં રોષ
નસવાડી તાલુકાના મોધલા ગામે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અઢી કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇન( નાનો પુલ) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અશ્વિન નદી 100 મીટર લાંબી છે. તેમાં કાચો ડાયવર્ઝન બનાવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક વાહન પસાર થાય પછી બીજું વાહન નીકળી શકે તેમ છે. આ રસ્તો બોડેલી છોટાઉદેપુર અને અન્ય જગ્યાઓ ઉપર જવા માટેનો મુખ્ય માર્ગ છે રોજના સેંકડો વાહનો પસાર થાય છે.
સ્લેબ ડ્રેઈનની કામગીરી
પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કામગીરી કરાવવામાં નિષ્ફળ રહે છે. તેનો આ વરવો નમૂનો છે. હજુ તો સ્લેબ ડ્રેઇનની કામગીરી શરૂ થઈ છે. તેમાં ડાયવર્ઝન બનાવવાની કામગીરી માં ખામી થી કામગીરી શરૂ થઈ છે ત્યારે પુલ ની કામગીરી કેવી થશે તેતો જોવાનું રહ્યું