
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલધરા ગામે હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી સંપ સુધી પહોંચ્યું છે. GSTVએ સમાચાર પ્રસારિત કરતા વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થઈને ગામના સંપ સુધી પાણી પહોંચાડ્યું હતું.
દુલ્હન ડોલી ઉપડે તે પહેલાં પાણી ભર્યું
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલધરા ગામે પાણીની ગંભીર કટોકટી સર્જાતા લગ્ન પ્રસંગોમાં પાણીની તંગી પડતા લોકો હેરાન પરેશાન હતા. ગ્રામ પંચાયતના વોટર વર્કના પાણીના બોરમાં પાણી ઓછું થઈ જતા પીવાના પાણીની તંગી સર્જાઈ હતી. એક યુવતીના લગ્ન હતાં. જમણવારની તૈયારી હતી. હાથમાં મહેંદી લાગેલી હતી. જાન આવવાની તૈયારી હતી. યુવતી લગ્નના ફેરાના સમય પહેલા શૃંગાર કરવાની જગ્યાએ પાણી ભરવા માટે હેડ પમ્પ ઉપર પાણી ભરવા જવા મજબૂર બની હતી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું કેલધરાના ગ્રામજનોને મળતું ન હતું. જેને લઈને લોકો દુઃખી હતા.
હાફેશ્વર પાણી પુરવઠાનું પાણી આવ્યું
હાલ તો પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની તુટેલી લાઇનોને રીપેર કરવા માટે કામગીરી કરવામાં આવી અને ગામમાં આવેલ પાણીનો સંપ સુધી હાફેશ્વર પાણી પુરવઠાની લાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. ચાર વર્ષ બાદ ગામમાં પાણી હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી આવ્યું છે. હવે લોકોને પીવાના પાણીની તંગીમાંથી મૂકતી મળશે અને પશુઓને પાણી પીવડાવા ભટકવું નહીં પડે અને નલ સે જલ યોજનામાં બેસાડવામાં આવેલા નળમાં પાણી આવશે. છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓ પ્રજાની મુશ્કેલી જોતા નથી જેને લઈને લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનો આ વરવો નમૂનો છે. જ્યારે કેલધરા ગામમાં પાણી પુરવઠાના સંપ સુધી પાણી પહોંચતા લોકોમાં ખુશી છવાઈ છે.