છોટાઉદેપુરના નસવાડીના ચંદનપુરા અને છેવટ ગામે 11 કરોડ 39 લાખના ખર્ચે બે પુલોનું લોકાર્પણ કરાયું છે. જેમાં છેવટ ગામે પુલની ડિઝાઇનમાં પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ વળાંક ઉપર પુલ બનાવતા અજાણ્યા વાહન ચાલક નદીમાં ખાબકે તેવો લોકોનો આક્ષેપ છે. લોકો એ આક્ષેપ કર્યો કે પુલના બીજા છેડે છેવટ ગામ આવેલ છે. પુલ બન્યો ત્યાં વળાંક છે. ઢાળ આવેલો છે. ત્યારે વાહન ચાલક વળાંક ઉપર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવે તો નદીમાં ખાબકે તેમ છે.
નિયમો બદલી નખાયા
છેવટ ગામે પુલની પેરાફીટમાં કેસરી અને સફેદ કલર મારવામાં આવ્યો છે. જયારે અત્યાર સુધી પંચાયત માર્ગ મકાન વિભાગના કામોમાં પીળો અને કાળો કલર પેરાફીટમાં મારવામાં આવતો હતો. જેનાથી લોકોને રાત્રીના સમયે પેરાફીટ દૂરથી દેખાય છે. જયારે ઇજેનરો આવી રીતના કલરના નિયમો પણ બદલી નાખે છે તેનો આ નમૂનો છે.
વાજતે ગાજતે લોકાર્પણ થયું હતુ
નસવાડી તાલુકાના ચંદનપુરા અને છેવટ ગામે 11.39 કરોડના ખર્ચે બે પુલોનું લોકાર્પણ કરવા માટે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી અને જિલ્લા પંચાયત પ્રમુખ પુલના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા બે પુલના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. જયારે આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા મળે તે માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હાલ તો ઢોલનગારા વગાડી વાજતે ગાજતે પુલના લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બન્ને પુલો લોકો ની અવરજવર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. જયારે વહીવટી તંત્ર દ્વારા પુલના લોકાર્પણ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.