Home / Gujarat / Chhota Udaipur : Dolomite industry certificate cancelled

Chhotaudepur News: ડોલોમાઈટ ઉદ્યોગનું પ્રમાણપત્ર રદ્દ થતાં હાલાકી, 10 દિવસથી કામદારો સહિતના લોકો બેરોજગાર

Chhotaudepur News: ડોલોમાઈટ ઉદ્યોગનું પ્રમાણપત્ર રદ્દ થતાં હાલાકી, 10 દિવસથી કામદારો સહિતના લોકો બેરોજગાર

વડોદરામાંથી છૂટો પડીને નવ રચીત બનેલ છોટાઉદેપુર જિલ્લાનો કેટલોક વિસ્તાર જંગલો અને પથ્થરોથી ઘેરાયેલું છે. પથરાળ  વિસ્તાર હોઇ ખેતી પણ થઈ શકતી નથી. પરંતુ આ વિસ્તારમાં કુદરતે સફેદ પથ્થરોની દેન આપેલ છે. અહીં જે પથ્થરો નીકળે છે. તે આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે. સફેદ સોનું ગણાતા આ પથ્થરોની 130 જેટલી ફેક્ટરી આવેલ છે. જેના દ્વારા તેનો પાવડર બનાવવામા આવે છે. અને આ પાવડરનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. સિરામિક ફેકટરી , ડિટર્જન પાવડર ફેકટરી,  કલર બનાવતી ફેકટરી, દવા બનાવતી ફેકટરીઓમાં આ પાવડરની માંગ હોઇ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હીજરત કરવાની નોબત

આ ફેકટરીઓ દ્વારા પાવડરનો નિકાસ બંધ થતા ટ્રાન્સપોર્ટના ધંધા ઉપર પણ સુધી અસર જોવાઇ રહી છે. લોન મેળવી ટ્રકો ચલાવતા ટ્રાન્સપોર્ટના માલિકોને લોકો લોન  કેમ કરીને ભરવી તે એક સવાલ ઉભો થતો છે. તો ડ્રાઈવર કન્ડક્ટર અને મજુરોને પણ વેતન આપવું મુશ્કેલ બન્યું. કારણ ટ્રકોના પૈડાં થંભી ગયા છે.છોટાઉદેપુર સહીત આસપાસના લોકો ડોલો માઈટની ખાણોમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બન્યાં ખેતી કે અનય ધંધાના હોઇ આ લોકોને હવે મજૂરી માટે અન્ય જિલ્લામાં જવાનો વારો આવ્યો છે.
 
25 હજાર કામદારો બેકાર

છોટાઉદેપુર જિલ્લાના વનાર ,જામલા , દડીગામ, કાનાવાન્ટ, કાછેલ, અત્રોલી, ધોઘાદેવ ,અને કોલીમાં ૨૭ જેટલી ખાણો આવેલ છે. જે પૈકી ૨૪ લીઝો બંધ થઈ જેથી હવે આ તમામ ખાણો આજે સૂમસામ ભાસી રહી છે. ખાણોને બંધ થવાનો કારણ એન્વર્મેંત સર્ટિફિકેટ છેલ્લા બે વર્ષથી આપવા મા આવ્યું નથી. ખાણો લગભગ 25000 હજાર કામદારો બેકાર બન્યા છે. આ ઉદ્યોગ ગુજરાત વિસ્તારમાં આવેલ છે. પણ હવે ખાણ માલિકોને ચિંતા એ સતાવી રહી છે, કે આ ઉદ્યોગો હવે નજીક માં આવેલ મધ્ય પ્રદેશમાં જતો રહેશે .જેથી ગુજરાતને રોયલ્ટી ટેક્સનું નુકશાન તો થશે અહીના કામદારો બેકાર બનશે.

નેતા સરકારનું ધ્યાન દોરશે

ખાણ ના માલિકો હવે નેતાઓના સરણે ગયા છે. અને રજૂઆતો કરી છે. છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભિખુંસિંહ પરમારે જણાવ્યું હતું કે આ બાબત ખાણ માલિકોએ રજૂઆતો કરી છે. તેમને જણાવ્યું કે. સાંસદ ,ધારાસભ્ય સાથે મળી ગુજરાતના મુખ્ય મંત્રીને આ બાબતે જાણ કરીશું. આ મુદ્દો કેન્દ્ર સરકારનો છે. છતાં 25 થી 30 હજાર લોકોના રોજીરોટીનો સવાલ હોઇ આ બાબતે સરકારને ધ્યાન દોરીશું.

બેરોજગારોની મીટ મંડાઈ

હાલ તો લીજો બંધ થઈ જતા તમામ લીજ બંધ થઈ ગઈ છે. અને લોકો બેરોજગાર બન્યાં છે. ત્યારે આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે, કે ફરી આ ખાણો ચાલુ કરવામાં આવે તો છોટાઉદેપુરમાં બેરોજગારીને લઈ મોટામાં મોટો જે સવાલ ઉભો હતો છે, તેનું નિરાકરણ લાવવામાં આવે.હવે જોવાનું એ રહે છે, કે આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લે છે. તે તરફ બેરોજગાર બનેલા લોકોની મીટ મંડાયેલી છે.

Related News

Icon