અમદાવાદમાં 12 જૂને અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલ ખાતે અથડાયું હતું. જેમાં 279 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી શરૂ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 190મૃતકોના DNA મેચ થઈ ચુક્યા છે. જોકે, હજુ સુધી DNA મેચ કરવાની પ્રક્રિયા શરૂ છે. માહિતી મુજબ, બુધવાર સુધીમાં 190 મૃતકોના DNA મેચ થઈ ચુક્યા છે. જેમાં 181 મૃતકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી 158 મૃતદેહોને પરિવારને સોંપી દેવાયા છે.