
અમદાવાદના બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરવાના રેકેટનો પર્દાફાશ અમદાવાદ જિલ્લા પોલીસની SOGએ કર્યો હતો. આરોપી મહિલા નર્સ હેમલતા દરજીની ધરપકડ બાદ પૂછપરછમાં અમદાવાદના ડોક્ટર હર્ષદ આચાર્યની ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું ખુલ્યું હતું, અમદાવાદ જિલ્લા SOGએ આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરી છે. અમદાવાદ સોનીની ચાલી ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. આ ક્લિનિક હર્ષદ આચાર્ય ચલાવતો હતો.
ડોક્ટર હર્ષદ આચાર્ય અમદાવાદના પ્રખ્યાત એમડી રેડિયોલોજિસ્ટ
SOGએ આ મામલે પનામા ગેસ્ટ હાઉસના મેનેજર સચિન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર હર્ષદ આચાર્ય અમદાવાદના પ્રખ્યાત એમડી રેડિયોલોજિસ્ટ છે, હર્ષદ આચાર્યના ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું.
બાળકી હોવાની જાણ થતા નર્સ હેમલતા ગર્ભપાત કરતી
ગર્ભમાં બાળકી હોવાની જાણ થતા નર્સ હેમલતા ગર્ભપાત કરતી હતી. નર્સ હેમલતા અને ડોક્ટર હર્ષદ ધોળકા અને બાવળામાં બ્રિન્દા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા.ડોક્ટર બ્રિન્દા હોસ્પિટલમાં વીઝીટીંગ તરીકે કાર્યરત હતો. નર્સ હેમલતા 15 હજારમાં સોદો કરી આપતી હતી.
બન્ને આ ગોરખધંધામાં 50-50 પાર્ટનર
તો બીજી તરફ ગર્ભવતી મહિલા જ્યારે ગર્ભ પરીક્ષણ કરાવવા આવતી ત્યારે હેમલતા ડોક્ટર હર્ષદ ના ક્લિનિક પર મોકલતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બન્ને એકબીજાને છેલ્લા 15 વર્ષથી ઓળખતા હતા. હેમલતા ગર્ભપાતના કેસ દીઠ ડોક્ટરને 8 હજાર રૂપિયા ચૂકવતી હતી.