
Rajkot Dog Attack: અમદાવાદ બાદ રાજકોટમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. આયુષ યાદવ નામના 5 વર્ષના બાળક પર 5 શ્વાને હુમલો કરતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
રાજકોટમાં શ્વાનના હુમલા બાદ 5 વર્ષના બાળકનું મોત
અમદાવાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિક પરિવારના 5 વર્ષના બાળક પર 5 જેટલા શ્વાન તૂટી પડ્યા હતા. 5 જેટલા શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવામાં આવતા તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.
પરિવાર મૂળ બિહારના પટનાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતા શાપર વેરાવળ વિસ્તારમાં મજૂરી કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા.
અમદાવાદમાં ચાર માસની બાળકી પર શ્વાને કર્યો હતો હુમલો
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટ વિલર ડોગે ચાર માસની બાળકી પર હુમલો કર્યો હતો જેમાં બાળકીનું મોત થયું હતું.