અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસે આવેલા રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી કાઢી હતી. મળતા અહેવાલ પ્રમાણે બાળકી સાથે યુવતી બહાર બેઠી હતા અને અચાનક શ્વાને હુમલો કરી દીધો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. માસુમના અકાળે મોત બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

