Ahmedabad News : અમદાવાદમાં હાથીજણ વિસ્તારમાં રોટવીલર શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરી મોત નિપજાવવાની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડોગ ઓનર્સ માટે વેબિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ ડોગ ઓનરને વિનામૂલ્યે ડોગ બિહેવિયર અંગે માહિતી આપવામાં આવશે.

