Home / Gujarat / Chhota Udaipur : Chhota Udepur news: 20 thousand people unemployed due to closure of 32 dolomite mines

Chhota Udepur news: ડોલોમાઈટની 32 ખાણો બંધ થતા 20 હજાર લોકો બેરોજગાર, રોજગાર માટે કાઢી વિશાળ રેલી

Chhota Udepur news: ડોલોમાઈટની 32 ખાણો બંધ થતા 20 હજાર લોકો બેરોજગાર, રોજગાર માટે કાઢી વિશાળ રેલી

 આદિવાસી અને પછાત એવા છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીના સાધનો વધારવાના બદલે સરકાર રોજગારી ઘટાડી રહી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. આ જિલ્લામાં વર્ષોથી ચાલતી 32 જેટલી ડોલામાઈટ પથ્થરની ખાણો માટે સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ નહી આપતા ખાણો બંધ થઈ છે. જેના પગલે 20 હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ આજે 6 અલગ અલગ આવેદનપત્ર આપીને કલેકટરને રજૂઆત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકાર એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપતી નહીં હોવાથી ખાણો બંધ થઈ 

છોટાઉદેપુર પંથકમાં વનાર, દડીગામ, કાનાવાંટ, ઝેર, બૈડવી પાડલીયા સહિત 25 ગામોમાં 25 જેટલી નાની અને 6 જેટલી મોટી ડોલામાઇટ પથ્થરની ખાણો આવેલી છે. જેના એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જિલ્લા મથકેથી વર્ષ 2017-18માં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. જેને 2023માં એનજીટી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રદ કર્યા હતા. જે બાદ એન્વાયરમેન્ટ સર્ટિ મેળવવુ હોય તો રાજ્યકક્ષાએથી મેળવવુ તેવો હુકમ થયો છે. 

ખાણ માલિકોનું કહેવું છે કે, માઇન્સમાં જવાના પ્રાઇવેટ રોડ હોવા છતાં રોડના કારણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ કેન્સલ કરવામાં આવ્યા હતા.આ નિયમો અનુસાર ખાણ માલિકોએ ખાણો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. જેથી હવે કાચો માલ ન મળતા ડોલોમાઈટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડે તેવો સમય આવી ગયો છે. જે પુનઃ ચાલુ કરવામાં આવે અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે મિનરલ મર્ચન્ટ એસોસિએશન, માઈન્સ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક એસીઓસીએસન, મજદૂર સંઘ કર્મચારી મંડળ દ્વારા સર્કિટ હાઉસથી એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલી નગરના રાજમાર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદન આપી સમસ્યા અંગે જાણ કરી હતી અને એનો નિકાલ કરવા માંગ કરી હતી. 

 ખાણો બંધ થઈ જતા રોજગારી ઉપર તવાઈ આવી

ઉલ્લેખનીય છે કે, ડોલોમાઈટની રોજગારી ઉપર નભી રહેલા છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં 20,000 જેટલા મજૂરો, કર્મચારી,માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે. જેઓની ખાણો બંધ થઈ જતા રોજગારી ઉપર તવાઈ આવી છે.

Related News

Icon