Home / India : Angry servant kills mother and son after being scolded

સાવધાન! મકાન માલિકે ઠપકો આપતા ગુસ્સે થયેલા નોકરે કરી માતા-પુત્રની હત્યા

સાવધાન! મકાન માલિકે ઠપકો આપતા ગુસ્સે થયેલા નોકરે કરી માતા-પુત્રની હત્યા

દિલ્હીના લાજપત નગર-1 માં ડબલ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. એક જ ઘરમાં માતા અને પુત્રની ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ 42 વર્ષીય રુચિકા અને તેના 14 વર્ષીય પુત્ર ક્રિશ તરીકે થઈ છે. આ ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસે આ કેસમાં નોકરની ધરપકડ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નોકરનું નામ મુકેશ છે. તે બિહારનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન નોકરે કબૂલાત કરી કે, 'રુચિકાએ કોઈ વાતનો ઠપકો આપતા, ગુસ્સો આવ્યો હોવાથી મેં ગુસ્સામાં બંનેની હત્યા કરી છે.'

દરવાજો તોડ્યા પછી જ્યારે મહિલાના પતિ અને પોલીસ ટીમ ઘરમાં પ્રવેશી ત્યારે મહિલાનો મૃતદેહ બેડરૂમમાં મળી આવ્યો હતો, જ્યારે તેમના પુત્રનો મૃતદેહ વોશરૂમમાંથી મળી આવ્યો હતો. મહિલાનું નામ રુચિકા (42) છે, જ્યારે પુત્રનું નામ ક્રિશ (14) છે. પતિએ ફરિયાદ નોંધાવ્યા બાદ, પોલીસ આ મામલાની તપાસ કરવા પહોંચી હતી.

જ્યારે મહિલાનો પતિ કુલદીપ તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ઘરનો દરવાજો બંધ હતો અને સીડીઓ પર લોહી ટપકતું હતું. આ પછી, તેણે બુધવારે રાત્રે લગભગ 09:40 વાગ્યે પોલીસને ફોન કર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી ઘણા મહત્ત્વપૂર્ણ પુરાવા ભેગા કર્યા છે. હત્યામાં વપરાયેલા હથિયારની શોધ ચાલુ છે. પોલીસનું માનવું છે કે હત્યા તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી હતી. આરોપી નોકરની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં હત્યા, કાવતરું અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ડબલ મર્ડરએ માત્ર સમગ્ર વિસ્તારને તો હચમચાવી નાખ્યો છે, પરંતુ ઘરના નોકરની તપાસ અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આરોપી નોકર આ પરિવાર સાથે કેટલા સમયથી હતો અને તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે કે નહીં.

Related News

Icon