
પ્રદૂષણને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ગાડીઓ પર 1 જુલાઇથી નવી પોલિસી લાગુ થઇ ચુકી છે. 10 વર્ષ જુની ડીઝલ અને 15 વર્ષ જુની પેટ્રોલ ગાડીઓમાં પેટ્રોલ ના નાખવાનો નિર્ણય લેવામાં આવ્નયો છે. પોલીસી લાગુ થયા બાદ દિલ્હીમાં લોકો પરેશાન થઇ ગયા છે. એક શખ્સે 85 લાખ રૂપિયાની કારને નવી પોલીસીને કારણે 2.5 લાખમાં વેચવી પડી છે.
85 લાખની મર્સિડીઝ 2.5 લાખમાં વેચવી પડી
વર્ષ 2015માં વરૂણ વિઝ નામના વ્યક્તિએ મર્સિડીઝ બેન્જ MLW350 85 લાખ રૂપિયામાં ખરીદી હતી. વિઝે કાર સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરી છે. શખ્સે જણાવ્યું કે તેને આ લક્ઝરી કાર ખરીદી તો પરિવાર ઘણો ખુશ હતો, આટલા વર્ષોમાં કાર સાથે ઇમોશનલ એટેચમેન્ટ થઇ ગયું હતું.
વિઝ અનુસાર 10 વર્ષમાં ગાડી 1.35 લાખ કિલોમીટર ચાલી હતી. કારમાં કોઇ ખાસ કામની જરૂર નહતી માત્ર ટાયર બદલવલા અને સમય પર સર્વિસ થતી હતી. દિલ્હી સરકારની 'એન્ડ ઓફ લાઇફ' પોલીસી આવી ગઇ જેને કારણે તેને મર્સિડીઝ કાર વેચવી પડી હતી.
સરકારી દસ્તાવેજમાં ઉંમર પૂર્ણ કરી ચુકેલી કાર વેચવા સિવાય તેની પાસે કોઇ બીજો રસ્તો નહતો. શખ્સે જણાવ્યુ કે કોઇ પણ વ્યક્તિ 2.5 લાખ રૂપિયામાં પણ કાર ખરીદવા તૈયાર નહતું માટે તેને મજબૂરીને કારણે તેને વેચવી પડી હતી. નવા નિયમોને કારણે વિઝે 62 લાખ રૂપિયાની નવી EV ખરીદી છે જેથી ભવિષ્યમાં આ રીતની તકલીફોનો સામનો ના કરવો પડે.