Ahmedabad news: PCI અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે કોલેજોને માન્યતા આપવાના લાંચ લેવાના આરોપની સીબીઆઈ તપાસ ચલાવી રહી છે ત્યારે આ અંગે ભાજપના પ્રવક્તા ડૉ.શ્રદ્ધા રાજપૂતે આ અંગે નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું કે, ભાજપના નેતા મોન્ટુ પટેલ ભાજપના હોદ્દેદાર છે અનેસીબીઆઈની તપાસ ચાલી રહી છે. જો મોન્ટુ પટેલ દોષિત નીકળશે તો પક્ષ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ભાજપની નીતિ છે ભાજપમાં કોઈ ખોટું કરે તો પક્ષ દ્વારા નિર્ણય કરવામાં આવે છે.

