Rajkot news: રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતને લઈ પોલીસે આખરે બસના ડ્રાયવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી લીધી છે. ગત અઠવાડિયે રાજકોટ શહેરમાં આવેલા ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના ડ્રાયવરે પૂરપાટ વેગે દોડાવી ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા.

