
Sabarkantha News: ગુજરાતમાંથી સતત ડ્રગ્સ ઝડપાવવાની માહિતી સામે આવી રહી છે એવામાં સાબરકાંઠામાંથી વિપુલ માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠા પોલીસના નાક નીચે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે હિંમતનગરના સંજરનગર વિસ્તારમાં રેડ કરીને મેફેડ્રોન નામના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે.
સંજર નગર વિસ્તારમાં રહેનારા ખુરશીદ ખાન સદાખાન પઠાણના ઘરે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી. જેમાં 19,52,800ની કિંમતનું 195.280 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું. પોલીસે ઘરમાંથી મોબાઈલ અને રોકડ સહિત કુલ 20,43,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ખુરશીદ ખાન સદાદખાન પઠાણ તથા હરસોલના કસબા વાળ વિસ્તારમાં રહેતા નુમન મિયા સાકીરમીયા પરમારને ઝડપી લીધો હતો. તો મદની સોસાયટી સંજરનગર વિસ્તારમાં રહેનાર ઈરફાનખાન નિશારખાન પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો.