
Surat news: સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાઈક પર એમડી ડ્રગ્સ લઈને જતા શખ્સને ઝડપી પાડી પોલીસે આરોપી પાસેથી 129 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં આવેલા જહાંગીરપુરામાં એસઓજીને બગાસું ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ સર્જાયો હતો. બાઈક પર એમડી ડ્રગ્સની ડિલીવરી કરવા જતા સુફિયાન ઉર્ફે સીબુ હુસેન શેખ ઝડપાયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી જહાંગીરપુરાથી વરિયાય તરફ એમડી ડ્રગ્સની ડિલીવરી કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં પોલીસ તપાસ અને ચેકિંગમાં આરોપી સકંજામાં આવી ગયો હતો. આ 129 ગ્રામ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 13 લાખ રૂપિયાની કિંમત થવા જાય છે. પોલીસે આરોપીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.