
વર્ષ 1989થી ઈન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ્સ એબ્યુસ એન્ડ ઈલિસિટ ટ્રાફિકિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજકાલ વધતા જતાં ડ્રગ્સ અને દારૂની બદીમાંથી યુવાનોને દૂર રહેવા તથા આ પ્રકારના વ્યસનોમાંથી મુક્ત કરતી સંસ્થા દ્વારા એક અનોખા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નશાની બદ્દીમાંથી મુક્ત થયેલા યુવકો દ્વારા મોટિવેશન આપવામાં આવ્યું હતું. જય અંબે રિહેબ સેન્ટર દ્વારા વ્યસની નહીં પરંતુ વ્યસનથી કેવી રીતે દૂર રહીને પરિવાર તથા સમાજને ખુશહાલ રાખવો તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નશામુક્ત થયેલા યુવકે કહ્યું કે, 2016થી નશો કરતો હતો. અલગ અલગ નશો કરતો હતો. હું જીવનથી કંટાળી ગયો હતો. વિશ્વના તમામ પ્રકારના નશો કર્યો હતો. પરંતુ અહિં રિહેબ સેન્ટરમાં આવ્યા બાદ મારા જીવનમાં બદલાવ આવ્યો છે. અહિંના પ્રોગ્રામથી મારું વ્યસન છૂટી જતાં મારો પરિવાર પણ ખુશ છે. સાતેક દિવસ બોડીનું ડિટોક્સ થાય ત્યારબાદ અલગ અલગ સેશન હોય છે. એ રીતે અમારે વ્યસનથી દૂર રહેવાનું હોય છે. યોગ, પ્રાણાયામ ગેમ સહિતની આખા દિવસની વસ્તુઓને ફોલો કરવાની હોય છે.
જય અંબે રિહેબિલિટેશન સેન્ટરના એસ એ વિરાણીએ કહ્યું કે, અઢી વર્ષથી આ સેન્ટર ચાલે છે. હું 10 વર્ષથી આ ફિલ્ડમાં છું. વ્યસનમાંથી લોકોને બહાર કાઢવા કામ કરુ છું. હું પણ વ્યસનમાં 11 વર્ષ અગાઉ હતો. ડ્રગ્સ દારૂના અત્યારે 50થી 60 લોકોને સેવા અપાય છે. 2013માં દુનિયાના તમામ વ્યસન મેં કર્યા હતાં. ડ્રગ્સ પણ લીધા હતાં. 100માંથી 20 જ બચે તેવા ડ્રગ્સના વ્યસનમાં હું સપડાયેલો હતો. અમારો સંપર્ક સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સહિતની તમામ બાબતોથી કરી શકાય છે. હું વ્યસનમાંથા મુક્ત થયા બાદ મને આ સેન્ટર શરૂ કરવાનું મન થયું હતું. એક વ્યક્તિના કારણે આખું પરિવાર મુશ્કેલીમાં મૂકાતું હોય છે. તેની આજુબાજુના સાત ઘર પણ પરેશાનીમાં આવી જતા હોય છે. જેથી તમામ લોકોના ઘર સુખી થાય તે માટે અમે આ કામ કરી રહ્યાં છીએ. આ સેન્ટર પરથી ઘણા લોકો વ્યસન મુક્ત થયા છે. હું બહાર નીકળ્યો વ્યસનમાંથી તો બધા જ વ્યસનીઓ વ્યસન મુક્ત જરૂર થઈ શકે છે.