Home / Gujarat / Surat : Third day of creek floods, Municipality's sins cause misery to people

VIDEO: Suratમાં ખાડી પૂરનો ત્રીજો દિવસઃ પાલિકાના પાપે લોકોને હાલાકી, રોડથી લઈને ઘર સુધી બધું જ પાણીમાં ગરકાવ

સુરત શહેરમાં સોમવારથી શરૂ થયેલી અવકાશી આફત બંધ થવાનું નામ લેતી નથી. સુરતમાં વરસાદી આફતનો ચોથો દિવસ અને ખાડી પૂરનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પણ અનેક વિસ્તાર હજુ સુધી પાણીમાં ગરકાવ છે. ખાડી પુરના ત્રીજા દિવસે પણ સારોલી, સણીયા- હેમાદ, કુંભારીયા, ગોડાદરા સહિતના અનેક વિસ્તારો પાણી ભરાયેલા મળી રહ્યાં છે. તેમાં પણ લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટ   પાછળના મોર્ડન ટાઉનશીપના 300 પરિવાર પરિવારો ત્રણ દિવસથી પૂરથી અસરગ્રસ્ત છે, તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ખાડી પૂરના ત્રીજા દિવસે પણ ખાડી કિનારાનાં અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો નથી ત્યાં હવે બીજની ભરતીનું પણ જોખમ રહેલું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તંત્રની નબળી કામગીરીના કારણે લોકોને હાલાકી

સુરત શહેરમાં સિઝનના પહેલા વરસાદ સાથે જ અવકાશી આફતની શરૂઆત થઈ ગઈ છે. પાલિકા તંત્રની નબળી કામગીરી અને નબળા શાસકોને કારણે સુરતીઓ ફરી એકવાર ખાડી પૂરની ઝપેટમાં આવી ગયા છે. ખાડી પૂરનો આજે ત્રીજો દિવસ છે પરંતુ હજી પણ ખાડીના પાણી ઉતરવાનું નામ લેતા નથી. જેના કારણે હજુ સુધી અનેક વિસ્તારો પૂરના પાણી જોવા મળી રહ્યા છે. 

300 પરિવાર પરેશાન

લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટની પાછળ આવેલ મોર્ડન ટાઉનમાં 300 પરિવાર ત્રણ દિવસથી પૂરગ્રસ્ત છે તેઓની હાલત કફોડી થઈ રહ્યાં છે. અવર-જવર થઈ શકતી ન હોવાથી પાણી આગળ બેરિકેટીંગ કરી દેવામા આવ્યા છે. જોકે, આજે પણ વરસાદ ચાલુ હોવાથી લોકોની સ્થિતિ કફોડી થઈ રહી છે. આ ઉપરાંત કડોદરા રોડ પર આવેલી ભારત કેન્સર હોસ્પિટલના મુખ્ય રોડ પર પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.

 


Icon