
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લામાં ફતેપુરા વિસ્તારના લીમડિયા ગામે રહેણાંક મકાનમાંથી ક્રાઈમ બ્રાન્ચે ભારતીય રિઝર્વ બેંકની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી છે તેમજ 7 રાજ્યોમાં કામ કરતી ગેંગના પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. મોટા ભાગે આદિવાસી વિસ્તારમાં આખું રેકેટ ચલાવતા હતા.
500ના દરની બનાવટી ચલણી નોટ સાથે છાપવાના સાધનો ઝડપાયા
પકડાયેલ પાંચ આરોપીઓ પાસેથી પોલીસે 500ના દરની બનાવટી ચલણી નોટ, નોટ છાપવા માટેની લીલી પટીવાળા સિક્યુરિટી થ્રેડ, કાળી પટીવાળા કાગળો ઝડપી પાડ્યા છે. એક મહિલા સહિત 4 આરોપીને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. પાંચ આરોપીને ઝડપી પાડી પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.